About Us

અમે એક સામાજિક-આધ્યાત્મિક હિન્દુ સંગઠન છીએ જેના મૂળ વેદ અને ઉપનિષદોમાં છે. આજથી અંદાજે ૧૪૦૦ વર્ષ પહેલાં ભારતીય સંસ્કૃતિની અસ્મિતા ઉપર વિદેશીઓ દ્વારા પ્રહાર થઈ રહ્યો હતો ત્યારે વિનષ્ટ થતી વૈદિક સંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે અનંત કરુણાનિધાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવ શંકર અદ્વૈત મત સંસ્થાપક ભાસ્કર જગદ્દગુરુ ભગવાન શંકરાચાર્ય મહારાજ સ્વરૂપે આ પૃથ્વી ઉપર અવતરિત થયા. તેઓ 32 વર્ષ સદેહે આ ધરાતલને વેદાન્તના અદ્વૈત મતથી સુશોભિત કરીને અંતર ધ્યાન થયા. 

સમયાંતરે ધીરે ધીરે આ સંસ્કૃતિ પર ચારે દિશાઓથી ધર્મને નામે અનાચાર, વ્યભિચાર, વિષય, વહેમ, અંધશ્રદ્ધા, ચોરી, જુગાર, આદિ અસામાજિક દુષણોએ સામ્રાજ્ય જમાવ્યું. જેથી પ્રજા માયકાંગલી, શૌર્ય ધૈર્ય દિન, વર્ણશંકર તથા દોષ વાળી થવા લાગી. આવા કપરા અને વિકરાળ સમયમાં પરમકૃપાળુ અનંત કોટી બ્રહ્માંડનાયકે સંસ્કૃતિના આ સડાને ઘરમૂળ થી ઉખેડી ફેકવા માટે તથા વૈદિક અદ્વૈત જ્ઞાન દ્વારા અજ્ઞાન રુપી ઘોર અંધકારમાં અથડાતા જીવોના કલ્યાણ અર્થે તથા સનાતન વૈદિક ધર્મને ફરીથી સુચારૂ રૂપથી સંસ્થાપિત કરવા અર્થે આજથી લગભગ 225 વર્ષ પહેલા બ્રહ્મસ્વરૂપ સ્વામીજી શ્રી માધવાનંદજી મહારાજનું પ્રાગટ્ય થયું.

પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ એટલે એક અલૌકિક યુગપુરુષ, અટલ વિરલ વિશ્વમૂર્તિ, "वसुधैव कुटुम्बकम" તથા "सर्वे भवन्तु सुखिनः" ની ભાવનાવાળા વિશ્વને માટે આદર્શરૂપ મહાપુરુષ. તેઓ શ્રી કનક- કાંતાના અદ્વિતીય મહાત્યાગી હતા. તેઓશ્રી અહિંસા, તિતિક્ષા, સમદમાદી દૈવી ગુણોના ભંડાર, સંપ્રદાયોથી મુક્ત, જીવનમુક્ત મહાપુરુષ હતા. તેઓશ્રીએ છિન્નભિન્ન થયેલ વૈદિક સંસ્કૃતિને સંગઠિત કરી અદ્વૈત વૈદિક મંત્રનો વિજય ધ્વજ ફરકાવ્યો હતો, અને સૌને "સચ્ચિદાનંદ" નો મહામંત્ર આપ્યો હતો.

તેઓશ્રીએ ગામડે- ગામડે વિચરણ કરી અજ્ઞાનરૂપી અંધારામાં અથડાતા જીવોના કલ્યાણ અર્થે વ્યસનો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજોથી તેમને મુક્ત કરીને સરળ જીવન જીવવાનો ઉપદેશ આપ્યો.. સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ શ્રી સવંત 1937 ના માગશરવદ સાતમને ગુરુવારના પવિત્ર દિવસે આકરું (તા. ધંધુકા) ગામના આશ્રમમાં પંચ ભૌતિક શરીર ત્યજી બ્રહ્મ પદને પામ્યા હતા.

પરમ પૂજ્ય માધવાનંદજી મહારાજ શ્રી સ્થાપેલ ગુરુ શિષ્ય પરંપરા માં અનેક મહાન સંતો થઈ ગયા. પરમ પૂજ્ય માધવાનંદજી મહારાજ શ્રી ની નિર્ગુણ, નિરાકાર, અમર જ્યોતનો વારસો આજે પણ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય, અર્ચનીય, વંદનીય, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજશ્રીના રૂપમાં જળહળી રહ્યો છે. આજે સમગ્ર દેશમાં ૫૦ થી વધુ આશ્રમો સ્થાપિત છે અને લાખો કરતાં વધુ અનુયાયીઓ તેમના દિવસની શરૂઆત સૌથી પવિત્ર ગ્રંથ "શ્રી ગુરુ ગીતા" માં દર્શાવેલ પ્રક્રિયાઓ અનુસાર "નિત્ય-કર્મ વિધિ" થી કરે છે.

Our Swami Shree

પ.પુ. સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાતઃ સ્મરણીય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરીવ્રાજકાચાર્ય શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ
પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ
પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી શિવોહંસાગરજી મહારાજ
પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અખંડાનંદ સાગરજી મહારાજ વેદાન્તાચાર્ય
પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ વેદાન્તાચાર્ય
સ્વામી શ્રી પ્રકાશાનંદ સાગરજી મહારાજ વેદાન્તાચાર્ય
સ્વામી શ્રી ભૂમાનંદ સાગરજી મહારાજ વેદાન્તાચાર્ય
શાસ્ત્રી સ્વામી શ્રી સૂરેશ્વરાનંદ સાગરજી મહારાજ
સ્વામી શ્રી દેવાનંદ સાગરજી મહારાજ
સ્વામી શ્રી દયાનંદ સાગરજી મહારાજ
સ્વામી શ્રી ગણેશાનંદ સાગરજી મહારાજ

Rules & Requirements

Temperament Evaluation

Lorem ipsum dolor sit amet, consectet adipiscing elit, por incididunt ut labore et dolore magna aliqua.

Vaccinations Schedule

Lorem ipsum dolor sit amet, consectet adipiscing elit, por incididunt ut labore et dolore magna aliqua.

Spayed/Neutered Your Pet

Lorem ipsum dolor sit amet, consectet adipiscing elit, por incididunt ut labore et dolore magna aliqua.

FAQ

For your convenience, here are answers to the most frequently asked questions. If you can’t find the answer you are looking for, please feel free to get in touch and we’ll be happy to answer any question you may have.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Can’t find the answer you’re looking for? Feel free to contact us